New Ramsar Sites 2022 Location | 2022 માં મળેલ નવી 5 રામસર સ્થળ 2022 | આદ્ર ભૂમિ

New Ramsar Sites 2022 Location
Ramsar Sites Location

2022 માં આવનારી ગુજરાત ની બધી જ સરકારી એક્ષામ જેમકે તલાટી એક્ષામ, બિન સચિવાલયની એક્ષામ, પોલીસ એક્ષામ અને અન્ય સરકારી પરીક્ષાઓ માં રામસર સાઈટ વિષે ગણા પ્રશ્નો પૂછવામાં આવે છે.


રામસર સાઈટ કોને કહેવામાં આવે છે ?

રામસર સાઈટ એટલે કે આવી જગ્યા કે જ્યાં વધારે પ્રમાણ માં ભીની માટી હોય જેમકે દલદલ, પાણી ની ઢાંકાયેલી જગ્યા, તળાવ, સરોવર, નદી કે દરિયા કિનારો.

જે જગ્યા ની માટી ભીની રહતી હોય તેને વેટ લેંડ(Wetland) કે આદ્રા ભૂમિ કહેવામાં આવે છે.

જ્યાં રામસર સાઈટ હોય ત્યાં સંરક્ષણ નું કામ કરવામાં આવે છે જેમકે નદી, પર્વતો, પશું, પક્ષી વગેરે.

રામસર એક શહેર છે જે ઈરાન માં આવેલું છે, સો પ્રથમ રામસર સાઈટ ના સંરક્ષણ માટે નું પહેલું સંમેલન આજ શહેર માં કરવામાં આવ્યું હતું.

  • 2019 સુધીમાં ભારત પાસે 26 રામસર સાઈટ હતી.
  • 2019 માં સુંદરવન ડેલ્ટા રામસર સાઈટ ને સામેલ કરવામાં આવી હતી અને ત્યાર બાદ રામસર સાઈટ ની સંખ્યા 27 થઇ હતી.
  • 2020 ના વર્ષમાં 15 નવી રામસર સાઈટ ને જાહેર કરવામાં આવી હતી અને ટોટલ 42 સાઈટ થઇ હતી.
  • 2021 માં 5 નવી રામસર સાઈટ મળી હતી અને ટોટલ 47 રામસર સાઈટ થઇ હતી.
  • 2022 માં 7 નવી રામસર સાઈટ જાહેર કરવામાં આવી છે, જેથી રામસર સાઈટ ની ટોટલ સંખ્યા 54 થઇ છે.

જુલાઈ 2022 માં મળેલ પાંચ નવી રામસર સાઈટ તામિલનાડુ ના કારિકીલી પક્ષી અભ્યારણ્ય, પલ્લીકરનઈ માર્સ રિઝર્વ ફોરેસ્ટ અને પિચવરમ મેંગ્રોવ માં કુલ 3 રામસર સાઈટ મળેલ છે. મિજોરમ માં પાલા આદ્રભૂમિ અને મધ્યપ્રદેશ માં સાંખ્ય આદ્રભૂમિ(શિવપુરી) માં મળેલ છે. 

ભારત માં સો પ્રથમ 1981 માં ચિલ્કા સરોવર(ઓડિશા) અને કેવલા દેવી નેશનલ પાર્ક(રાજસ્થાન) ને રામસર સ્થળ નો દરજ્જો આપવામાં આવ્યો હતો 

ભારત નું સૌથી નાનું રામસર સ્થળ રેણુકા વેટલેન્ડ છે, તે 0.2 વર્ગ કિલોમીટર વાળું છે અને તે હિમાચલ પ્રદેશ માં આવેલું છે.


રામસર સાઈટ ને અન્ય ક્યાં નામ થી ઓળખવામાં આવે છે?

રામસર સાઈટ ને આદ્રા ભૂમિ અને વેટ લેન્ડ (Wetlands) ના નામે થી પણ ઓળખવામાં આવે છે.

 

રામસર સાઈટ વિષે ની લેટેસ્ટ માહિતી 2022

  1. રામસર કનવેંશન એ ક્યારથી કામ કરવાનું શરુ કર્યું? - 21 ડિસેમ્બર 1975
  2. ભારત રામસર કન્વેનશન માં ક્યારે શામેલ થયું હતું ? - 1 ફેબ્રુઆરી 1982
  3. આદ્રા ભૂમિના(રામસર સાઈટ) સંરક્ષણ માટે પ્રથમ સંમેલન ક્યાં થયું હતું ? - રામસર
  4. 2022 સુધીમાં ભારતમાં કેટલી રામસર સાઈટો ની શોધ કરવામાં આવી છે ? - 54
  5. જુલાઈ 2022 માં ભારત ના કેટલા સ્થળો ને રામસર સાઈટ તરીકે ની માન્યતા મળી છે - પાંચ
  6. ભારત ના પ્રથમ રામસર સ્થળ ક્યાં છે ? - ચિલ્કા સરોવર અને કેવલા દેવી નેશનલ પાર્ક
  7. ભારતનું સૌથી નાનું રામસર સ્થળ કયું છે ? - રેણુકા વેટલેન્ડ
  8. ભારતના ક્યાં રાજ્યમાં સૌથી વધારે રામસર સાઈટ આવેલી છે ? - ઉત્તર પ્રદેશ (10 રામસર સાઈટ)
  9. સર્વાધિક આદ્ર ભૂમિ ક્ષેત્ર વાળો રાજ્ય કયો છે - ગુજરાત (34700 વર્ગ કિલો મીટર)
  10. વિશ્વ આદ્રભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે - 2 ફેબ્રુઆરી (Wetlands Action For People And Nature)
  11. સૌથી વધારે આદ્રા ભૂમિ વાળો દેશ કયો છે - United Kingdom (UK માં કુલ 175 રામસર સાઈટ આવેલ છે) 
  12. વિશ્વ રામસર સાઈટ સૂચીમાં શામેલ થવા વાળો પહેલો સ્થળ કયો છે - કોબોર્ગ પ્રાયદ્વીપ (ઑસ્ટ્રેલિયા - 1974)
  13. ભારતનો સૌથી મોટો આદ્ર ભૂમિ સ્થળ કયો છે - સુંદરવન (પશ્ચિમ બંગાળ માં 4230 વર્ગ કિલોમીટર)
  14. ગુજરાત માં કુલ કેટલા રામસર સ્થળો આવેલા છે - 4 સ્થળ
  15. ગુજરાત નું પ્રથમ રામસર સ્થળ કયું છે - નળ સરોવર (અમદાવાદ જિલ્લો)
  16. 2022 માં ક્યાં બે સ્થળો ને રામસર સાઈટ જાહેર કરાયા હતા - બખીરા પક્ષી અભ્યારણ્ય અને ખીજડીયા પક્ષી અભ્યારણ્ય

Post a Comment

Previous Post Next Post