જગદીપ ધનખર કોણ છે? | Who is vice president of India in 2022?

Jagdeep Dhankhar become new vice president of India in 2022
Jagdeep Dhankhar

જગદીપ ધનખર કોણ છે?

જગદીપ ધનખર ભારતીય જનતા પાર્ટી ના એક પોલિટિશ્યન છે. તેમનો જન્મ 18 મે 1951 ના રોજ થયો હતો અને તેઓ વેસ્ટ બંગાળ માં ગવર્નર તરીકે ની ફરજ બજાવી રહ્યા હતા.

જગદીપ ધનખર ની જાતિ જાટ છે.

જગદીપ ધનખર ના પિતા નું નામ ગોકલ ચંદ અને કેસરી દેવી છે.


જગદીપ ધનખર ઉપરાષ્ટ્રપતિ કેવી રીતે બન્યા છે?

જગદીપ ધનખર ભારત ના 14 માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે.

હાલમાં જ ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી થઇ હતી અને આ ચૂંટણી જગદીપ ધનખર એ 72.8% વોટ થી જીતી લીધી છે.

ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી માં કુલ 725 વોટ માંથી જગદીપ ધનખર ને 528 વોટ મળ્યા, મારગ્રેટ અલ્વા ને 182 વોટ મળ્યા અને તેમાંથી 15 વોટ અમાન્ય જાહેર કર્યા.

ભારતના ઉપરાષ્ટ્રપતિ નું કાર્યકાલ 5 વર્ષ સુધી નું હોય છે એટલે કે 2022 થી આવનાર 5 વર્ષ માટે જગદીપ ધનખર ભારતના ઉપરાષ્ટ્રપતિ રહેશે.


જગદીપ ધનખરનું શિક્ષણ

જગદીપ ધનખર એ B.Sc અને LLB કરેલું છે યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, જયપુર થી. તેઓ એ પોતાનું પ્રાઈમરી શિક્ષણ અને મિડલ સ્કૂલ નું શિક્ષણ કીથાના સરકારી સ્કૂલ અને ઘરઘાના સરકારી સ્કૂલ થી કર્યું છે.


ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા માટે શું લાયકાત હોવી જોઈએ?

  • તે ભારતના નાગરિક હોવા જોઈએ.
  • 35 વર્ષની ઉંમર પુરી થઇ ગઈ હોવી જોઈએ.
  • રાજ્ય સભાના સદસ્ય બનવા યોગ્ય હોવા જોઈએ.


જગદીપ ધનખર વિષે પરીક્ષામાં પુછાઈ શકે તેવા અગત્ય ના સવાલ જવાબ.

ભારત ના નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે? - જગદીપ ધનખર

જગદીપ ધનખર ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે - 14માં

જગદીપ ધનખર 2019 માં ભારત ના ક્યાં રાજ્યના 27 માં રાજ્યપાલ બન્યા હતા - પશ્ચિમ બંગાળ

જગદીપ ધનખર એ ઉપરાષ્ટ્રપતિ ના પદ માટે કોને હરાવ્યા છે - મારગ્રેટ અલ્વા

2022 ના નવા ઉપરાષ્ટ્રપતિ ક્યાં રાજ્ય થી સંબંધિત છે - રાજસ્થાન

ભારત ના ઉપરાષ્ટ્રપતિ ને કેવી રીતે ચૂંટવામાં આવે છે - સંસદ ના બંને સદન દ્વારા (લોકસભા અને રાજ્ય સભા)

રાજ્યસભાના પદેન સભા પતિ કોણ હોય છે - ઉપરાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ક્યાં દેશના સંવિધાન માંથી લેવામાં આવ્યું છે - અમેરિકા

બંધારણ ના ક્યાં અનુચ્છેદ માં ઉપરાષ્ટ્રપતિ પદ માટેની જોગવાઈ હોય છે - અંનુચ્છેદ 63

શું ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના સદસ્ય હોય છે - ના

શું રાજ્યસભા માં ઉપરાષ્ટ્રપતિ ને મતદાન કરવાનો અધિકાર છે - ના

રાષ્ટ્રપતિ નું પદ ખાલી હોય તો કેટલા દિવસ સુધી ઉપ રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ તરીકે કામ કરી શકે છે - 6 મહિના

ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ કોણ હતા - ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ

ઉપરાષ્ટ્રપતિ પોતાનું ત્યાગપત્ર કોને આપે છે - રાષ્ટ્રપતિને

ભારતના ઉપરાષ્ટ્રપતિ ને પદ પરથી હટાવવાનું  પ્રસ્તાન ક્યાં સદન માં રજુ કરવામાં આવે છે - રાજ્યસભા

ભારતના ઉપરાષ્ટ્રપતિ ની પસંદગી કેવી રીતે થાય છે - સંસદના બંને સદન દ્વારા

ઉપરાષ્ટ્રપતિ ને તેના પદ ની ગોપનીયતા શપથ કોણ અપાવે છે - રાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી સંબંધિત વિવાદની તાપસ કોણ કરે છે - સુપ્રીમ કોર્ટ

ભારતના ઉપરાષ્ટ્રપતિ પર અભિયોગ કોના દ્વારા લગાવવામાં આવે છે - રાજ્યસભા

Post a Comment

Previous Post Next Post